અંકલેશ્વર એશિયાડ નગર પાસે જીપ અને બાઈક વચ્ચે અકસ્માત: ૧નું મોત, ૧ઘાયલ

Update: 2018-05-13 10:07 GMT

અંકલેશ્વરના એશિયાડ નગર નજીક જીપ ચાલકે બાઈકને ટકકર મારતા બાઈક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે એક યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ભરૂચની સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ એશિયાડ નગર નજીકથી પસાર થતી તુફાન જીપ નંબર જી જે ૧૬ ઝેડ ૪૩૩૨ના ચાલકે બાઈક નંબર (GJ-16-M-1138)ને ટકકર મારી હતી. જેમાં હાંસોટના માંગરોળ ગામના રહેવાસી ૧૭ વર્ષીય બાઈક સવાર આકાશ વસાવાનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય યુવાન સુમિતને ઈજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ તરફ જીપ ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો.બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવો હતો અને બનાવ સંદર્ભે જીપ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

 

 

Tags:    

Similar News