અંકલેશ્વર ભાજપે મંત્રી ઈશ્વરસિંહ પટેલને પાઠવ્યા અભિનંદન

Update: 2017-12-29 11:02 GMT

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યાલય ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલનું પુષ્પગુચ્છ થી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

રાજ્ય સરકાર દ્વારા સહકાર, રમતગમત, યુવક સાંસ્કૃતિક વિભાગ તેમજ વાહન વ્યવહાર વિભાગનાં મંત્રી પદે ઈશ્વરસિંહ પટેલની નિમણુંક કરવામાં આવતા અંકલેશ્વર ભાજપ દ્વારા આ અવસરને ઉત્સવની જેમ વધાવ્યો હતો.

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપનાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા મંત્રી ઈશ્વરસિંહ પટેલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

Similar News