અંકલેશ્વર માં મહિલાનાં પિત્તાશય માંથી ૧૦૦૦ થી પણ વધુ પથરી નીકળી

Update: 2018-04-09 13:02 GMT

અંકલેશ્વરનાં ખરોડ ગામ ખાતેની વેલકેર હોસ્પિટલમાં પથરીનાં દર્દ થી કણસતી મહિલાને તબીબે નવજીવન આપ્યુ હતુ. મહિલાનાં પિત્તાશય માંથી અંદાજીત ૧૦૦૦ થી પણ વધુ પથરી તબીબે સર્જરી કરીને કાઢી હતી, અને મહિલાને પથરીની અસહ્ય પીડા માંથી મુક્તિ આપી હતી.

સુરત જિલ્લાનાં લુવારા ગામની ૩૮ વર્ષિય મુસ્લિમ મહિલાને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હતી, અને આ દર્દની સારવાર પણ તેઓ કરાવતા હતા, પરંતુ તેમ છતાં પેટમાં દુખાવાનું દર્દ દૂર ન થતા તેઓએ આખરે ધનિષ્ટ સારવાર માટે વિવિધ જરૂરી તબીબી પરીક્ષણો કરતા તેણીને પિત્તાશયમાં પથરી હોવાનું જાણવા મળ્યુ હતુ.

આ મહિલાએ પથરીનાં દર્દ થી છુટકારો મેળવવા માટે મુંબઈ સુધીનાં તબીબોની સારવાર લીધી હતી પરંતુ તેમ છતાં તેઓને પથરીની બીમારી માંથી મુક્તિ મળી ન હતી .અને આખરે અંકલેશ્વરનાં ખરોડ ગામની અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી વેલકેર હોસ્પિટલનાં તબીબ એમએસ ગેસ્ટોલોજીસ્ટ ડો.તેજસ પટેલનો સંપર્ક કર્યો હતો.

સુરતનાં તબીબ અને વેલકેર હોસ્પિટલમાં પણ સારવાર કરતા ડો.તેજસ પટેલે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે મહિલાનાં પિત્તાશયમાં પથરી હતી, જે દૂરબીન દ્વારા કરવામાં આવતા ઓપરેશન થી દૂર કરવામાં આવી છે, અને મહિલાની તબિયત પણ હવે તંદુરસ્ત છે.

ઉલ્લેખનીય છે કે પથરીનાં અસહ્ય દર્દ થી પીડાતી મહિલાનાં પિત્તાશય માંથી અંદાજીત ૧૦૦૦ થી પણ વધુ પથરી કાઢવામાં આવી હતી. ડો.તેજસ પટેલે અત્યાર સુધીમાં ૫૦૦ જેટલી સફળ સર્જરી પણ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

 

Similar News