અંકલેશ્વરઃ જુગારની મહેફિલ માણતી 7 મહિલાઓ ઝડપાઇ

Update: 2018-08-21 14:26 GMT

શહેર પોલીસે હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં દરોડા પાડી મહિલાઓને ઝડપી પાડી હતી

અંકલેશ્વરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જુગારની મેહફિલ માણી રહેલી મહિલાઓ ઉપર અચાનક અંકલેશ્વર શેહર પોલીસે ત્રાટકી તેમને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી હતી. કાયદાના ખોફ વગર ગેર કાયદેસર કૃત્ય કરતી આ મહિલાઓના નામ હાલ જાણી શકાયા નથી. પરંતુ પોલીસે તેમની પાસેથી ૫૪૩૨૫ થી વધુની રોકડ રકમ કબ્જે કરી છે.

[gallery data-size="large" td_select_gallery_slide="slide" ids="61872,61873,61874,61875"]

ભરૂચ જિલ્લામાં દારૂ-જુગારની બદીને નેસ્તેનાબુદ કરવાના જિલ્લા પોલીસ વડા આર વી ચુડાસમાના હુકમને અત્યંત ગંભીરતાથી લેતા અંકલેશ્વર શેહર પોલીસે અત્યાર સુધીમાં અનેક જુગારિયાઓને તથા દારૂનો વેપલો કરતા લોકોને ઝડપી પાડ્યા છે. ફરી એક વખત આજ રોજ અંકલેશ્વર શેહર પોલીસના પોલીસ નિરીક્ષક જે. જી. અમીન તથા તેમની ટીમે અંકલેશ્વરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પોતાના બાતમીદારો તરફથી મળેલી માહિતી ગંભીરતાથી લઇ એક જુગાર ધામ ઉપર દરોડા પડ્યા હતા. જ્યાં ૭ જેટલી મહિલાઓ જુગારની મેહફીલ માણી રહી હોવાનું જણાઈ આવતા પોલીસે દમયંતિ હસમુખ સેજુ(વનકર(ઉ.વર્ષ.૩૨, રહે. ગુ.હા. બોર્ડ મકાન નંબર ૮૦૯, સુરતી ભાગોળ, અંકલેશ્વર), રેખા વિનુભાઇ પટેલ (ઉ.વર્ષ.૪૦, મ.નં.૩૦૨, કાપોદ્રા પાટિયા,જલધારા સોસાયટી, જી.આઇ.ડી.સી.,અંકલેશ્વર), રાજુબેન નટુભાઇ સોમૌયા(રહે. સાંઇ દર્શન સોસાયટી. મ.નં. ૫૪, રાજપીપળા ચોકડી,જીઆઇડીસી,અંકલેશ્વર), મંજુબેન રવજી સેજુ(ઉ.વર્ષ.૪૦, ગુ.હા.બોર્ડ, મ.નં. ૭૦૯,સુરતી ભાગોળ,અંકલેશ્વર,ભરૂચ), મુકતાબેન ગોપાલભાઇ સોમૈયા(ઉ.વર્ષ.૫૦, જલધારા સોસાયટી,મ.નં. એ/૧૩, કાપોદરા પાટિયા ,જીઆઇડીસી અંકલેશ્વર), ભાવના મેઘાભાઈ ગઢવી (ઉ.વર્ષ.૪૦, જનતા નગર સોસાયટી, મ.નં. બી/૫૮, ગડખોલ પાટીયા, અંકલેશ્વર) આ તમામ મહિલાઓની ધરપકડ કરી તેમની અંગ જડતી માંથી રૂપિયા ૫૩૭૪૫/-રોક્ડા તથા દાવ ઉપરના રૂપિયા ૫૮૦/- તેમજ ૭ મોબાઇલ કિંમત રૂપિયા ૯૦૦૦ મળી કુલ રૂપિયા ૬૩૩૨૫/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લા માં હાલ સુધી લાખો રૂપિયોનો જુગાર ઝડપાઇ ચુક્યો છે. જયારે ૧૦૦ કરતા વધુ આરોપીઓની પણ ધરપકડ થઇ છે.

Tags:    

Similar News