અમદાવાદ : શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી, શરૂ થયો પૂરજોશ વરસાદ

Update: 2020-07-06 17:10 GMT

અમદાવાદના શહેરના મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સાંજે ફરીવાર સમગ્ર અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. શહેરના સેટેલાઈટ, ઘાટલોડિયા, મણિનગર, બાપુનગર, એસ.જી. હાઇવે, માનસી ચાર રસ્તા, રાણીપ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

છેલ્લા અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદ સહીત મધ્ય  અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી બફારાથી લોકો ત્રસ્ત થયા હતા. પરંતુ વરસાદ આવાથી લોકોમાં આનંદની લહેર જોવા મળી હતી. આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે, જેમાં આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

Tags:    

Similar News