અમદાવાદ : શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં સેનીટાઇઝેશનની કામગીરી પુરજોશમાં

Update: 2020-04-17 12:05 GMT

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના

દર્દીઓની સંખ્યા વધી જતાં તંત્રની દોડધામ વધી ગઇ છે. અમદાવાદના પુર્વ અને પશ્ચિમ

વિસ્તારોમાં સેનીટાઇઝેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. 

અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની

ચુકયું છે અને રોજના સરેરાશ 50 કરતાં વધારે દર્દીઓ સામે આવી રહયાં છે. કોરોના વાયરસના સંક્રમણને

રોકવા લોકડાઉનની સાથે સેનીટાઇઝીંગની કામગીરી પર ભાર મુકવામાં આવી રહયો છે. ફાયર

વિભાગ તરફથી હાલ અમદાવાદ શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં યુધ્ધના ધોરણે

સેનીટાઇઝીંગ કરાય રહયું છે. દરેક મકાનો, રસ્તાઓ, વૃક્ષો સહિતની વસ્તુઓ પર દવાનો છંટકાવ

કરી તેને જંતુરહિત બનાવવામાં આવી રહયાં છે.

Tags:    

Similar News