અમરેલી : સુવાગઢના ખેડૂતે અપનાવ્યો રૂપિયા કમાવાનો શોર્ટકટ, જાણો શું કર્યું કારસ્તાન

Update: 2019-11-17 15:30 GMT

અમરેલી જિલ્લાના સુવાગઢ ગામની સીમમાં

ગાંજાની ખેતી કરનારા ચાર ખેડૂતોને પોલીસે 89 લાખ રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડયાં

છે. 

કુદરતી આફતોના કારણે ખેતીના પાકને નુકશાન

થઇ રહયું છે ત્યારે ખેડૂતો પણ હવે અવળા રસ્તે ચઢી ગયા હોવાનો કિસ્સો અમરેલી

જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો છે. ખેતરમાં ખેતીના પાકને બદલે ગાંજાનું વાવેતર

કરનારા ચાર ખેડૂતોની દામનગર પોલીસે ધરપકડ કરી છે. દામનગર વિસ્તારના સુવાગઢ ગામની

ચૌદસીયો તરીકે ઓળખાતી સીમમાં લખમણ ગોલેતરએ પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ છે

તેવી ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતાં ખેતરના કુલ પ વિઘા અને ૧૪

વસાના ક્ષેત્રફળમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. ખેતરના માલિક તથા તેના

દિકરાઓ મળી કુલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમા ગાંજાની ખેતીની આ

અમરેલી  જિલ્લામાં

પ્રથમ ઘટના હોવાનું એસીપી પ્રેમસુખ ડેલુંએ જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 89 લાખ રૂપિયાનો મુદામાલ કબજે લીધો છે.

Tags:    

Similar News