અમેરિકામાં કોરોનાનો કહેરઃ 24 કલાકમાં 700થી વધારેના મોત,

Update: 2020-04-01 03:52 GMT

અમેરિકામાં કોરોનાનો સંક્રમિત લોકોની સંખ્યા 1.87 લાખ જેટલી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 700થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં મરનારા લોકોની કુલ સંખ્યા ચીન કરતાં પણ વધી ગઈ છે.

વ્હાઇટ હાઉસે આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાથી મરનારા લોકોની સંખ્યા એક લાખથી લઈને બે લાખ ચાલીસ હજાર સુધી જઈ શકે છે. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન ન કરે તો દેશમાં મરનારા લોકોનો આંકડો 15થી 22 લાખ સુધી જઈ શકે છે.

Tags:    

Similar News