અરગામા ખાતે નેરોલેક કંપનીએ બસ સ્ટેન્ડ તેમજ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કર્યું

Update: 2017-10-01 05:53 GMT

અરગામા સ્થિત સાયખાં કેમિકલ ઝોનમાં આવતી કંસાઈ નેરોલેક પેઇન્ટ્સ લી. કંપનીએ સમાજ પ્રત્યેની જવાબદારી પર લક્ષ આપવાનું શરૂ કરી દીધુ છે. અરગામા, વોરાસમની અને સલાદરા ગામમાં 200 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની સમતુલા જાળવવાનો પ્રયાસ કર્યો હતો. આ તબક્કે ફોરેસ્ટ વિભાગના સિંધાભાઈ, કંપનીના સિનિયર સ્ટાફ વિવેક ભાટવાડેકર, રાજેશ પટેલ, મુરુંગાનંદમ ખાશ ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ ઔદ્યોગિક ચોકડી તરીકે વિખ્યાત થયેલ અરગામા વિલાયત ચોકડી ઉપર નેરોલેક કંપનીએ નવુ બસ સ્ટેન્ડ બનાવી લોકોની સુવિધામાં વધારો કર્યો હતો. નવા બસ સ્ટેન્ડના કાર્યક્રમના મુખ્ય મહેમાન ચંદ્રકાન્ત પટેલ અને કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સાદાત બાપુ, વિલાયતના સરપંચ રાજેન્દ્રભાઇ પટેલ,અરગામા સરપંચ ઐયુબભાઈ પટેલ, અશોકભાઈ ઠાકોર, ગુલામભાઈ વોરાસમનીવાલા તેમજ કંપની સ્ટાફ એચઆર હેડ ભાર્ગવ પટેલ, જીગર ચૌહાણ, દિવ્યેશ પોંકિયા, મુરુગાનંદમ, કૌશિક રાયઠઠા સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

અરગામા ગામે આવેલ કોમ્યુનિટી હોલને નેરોલેક કંપની દ્ધારા પુનઃ નિર્મિત કરવામાં આવ્યો હતો. તેનુ ઉદ્દઘાટન વાગરા તાલુકા પંચાયત પ્રમુખ નસીમાબાનુ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતુ. ગામની સુખાકારીમાં વધારો કરવા બદલ સરપંચ ઐયુબભાઈ પટેલે કંપનીનો આભાર માન્યો હતો.

Tags:    

Similar News