અરવલ્લીનું ગૌરવ : વિશ્વની સૌથી લાંબા વાળ ધરાવતી નિલાંશીએ આઈપીએલમાં ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો

Update: 2019-04-25 11:26 GMT

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામે રહેતી નિલાંશી પટેલ તેના લાંબા વાળ માટે નામના મેળવી છે. આ માટે તેને ગિનિશ બુકમાં પણ સ્થાન મળ્યું છે. 16 વર્ષની નિલાંશીના વાળ 5.7 ફૂટ એટલે કે 170.5 સેન્ટિમીટર લાંબા છે. દરેક વ્યક્તિ પોતાની કોઇ ન કોઇ અનોખા વ્યક્તિત્વને લઇને ચર્ચાઓમાં રહે છે. હાલ ઇન્ડિયન આઈપીએલ પણ ચાલી રહી છે, અને તેમાં પણ કોઇ ન કોઇ અનોખી વ્યક્તિ ચર્ચાઓમાં રહે છે. પણ આ વખતે આ સૌભાગ્ય અરવલ્લી જિલ્લાને મળ્યું છે. જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન વચ્ચે યોજાયેલી આઈપીએલની મેચમાં સૌથી લાંબા વાળ ધરાવતી નિલાંશી પટેલ ખુબ ચર્ચામાં રહી છે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે નિલાંશીને ખાસ આમંત્રણ અપાયું હતું.

મોડાસાના સાયરાની વતની નિલાંશી પટેલ તેમના સૌથી વધુ લાંબા વળા માટે ગિનિ સબુકમાં સ્થાન ધરાવે છે ત્યારે હાલ ભારતમાં રમાઈ રહેલી આઈપીએલની મેચ દરમિયાન નિલાંશીને રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવી હતી. નિલાંશીને અપાયેલા આમંત્રણને કારણે મોડાસા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ખુશી સાથે ગૌરવની લાગણી પ્રસરી છે. સમગ્ર ભારતમાં હાલ આઈપીએલનો ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે આઈપીએલની 36મી મેચ જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે યોજાઇ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો.

સમગ્ર મેચ દરમિયાન સ્ટેડિયમમાં સૌથી વધુ લાંબા વાળ ધરાવનાર નિલાંશીએ રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓને ઉત્સાહ વધારવાનો મોકો મળ્યો હતો. ગિનિશ બુકમાં સ્થાન પામનાર નિલાંશી પટેલને આયોજકો દ્વારા આમંત્રિત કરવામાં આવતા મોડાસા તાલુકા અને અરવલ્લી જિલ્લા માટે જયપુરમાં રમાઈ ગયેલ મેચ મહત્વની અને યાદગાર બની રહી હતી. આઈપીએલના આયોજકો દ્વારા કેટલીક મેચોમાં ગિનિશબુકમાં સ્થાન પામનાર વ્યક્તિઓને અલગ અલગ મેચમાં ખેલાડીઓનો પ્રોત્સાહિત કરવા માટે આમંત્રિત કરવામાં આવી છે. મેચ દરમિયાન અનેક લોકોએ તેની સાથે યાદગાર ફોટો કેમેરામાં કંડારી હતી.

 

Tags:    

Similar News