આમોદના સમની ગામ પાસે કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત, ઇકો ચાલક ઈજાગ્રસ્ત

Update: 2017-05-03 08:54 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સમની ગામ પાસે ઇકો કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતુ, જ્યારે કાર ચાલક ઈજાગ્રસ્ત થયો હતો.

આમોદ તાલુકાના સમની ગામ નજીક થી પસાર થતી ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી, સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સમની ગામનો યુવાન ગૌરાંગ ચંદુભાઈ વસાવા ઉ.વ.22ને ગંભીર ઈજાઓ પહોંચતા કરુણ મોતને ભેટ્યો હતો.

જ્યારે કાર ચાલકને સારવાર અર્થે ઈજાગ્રસ્ત હાલતમાં નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Tags:    

Similar News