આમોદનાં આછોદ ગામે થી ચાર જુગારીયા ઝડપાયા

Update: 2017-11-25 12:54 GMT

આમોદ તાલુકાનાં આછોદ ગામની અવાવરૂ જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીયાઓ ને પોલીસે રંગે હાથ ઝડપી પાડયા હતા.

આમોદ પોલીસ મથકનાં પીએસઆઇ કે.ડી. જાટને મળેલી ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે આમોદ તાલુકાનાં આછોદ ગામની ગૌચર જમીનની અવાવરુ જગ્યામાં ચાલતી જુગારની મહેફિલ પર રેડ કરી હતી.

પોલીસની રેડમાં જુગાર રમતા ફિરોઝ એહમદ લખોટી,હારુન રસીદ અબ્દુલ્લા, સલીમ એ.પટેલ, મયુદ્દીન એહમદ મુર્તુજા કાજી તમામ રહે આછોદ ગામ, તાલુકો આમોદનાંઓ રંગે હાથ ઝડપાય ગયા હતા.

પોલીસે ચાર જુગારીયાઓની ધરપકડ સાથે દાવ પર લાગેલ અને અંગ ઝડતીમાં મળેલ રોકડા રૂપિયા 40160,મોબાઈલ ફોન કિંમત રૂપિયા 6500,મળીને કુલ રૂપિયા 46,660નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News