ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના માર્ગ નિર્માણનું ખાતમુહર્ત કરશે PM મોદી

Update: 2016-12-23 07:38 GMT

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 ડિસેમ્બરના રોજ પહાડી રાજ્ય ઉત્તરાખંડની મુલાકાત લેશે, વડાપ્રધાન કાર્યાલય દ્રારા આ જાહેરાત બાદ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવામાં આવી છે.

દહેરાદૂન આનંદી ગ્રાન્ટ એરપોર્ટ ખાતે આગમન બાદ મોદી એક કાર્યક્મમાં હાજરી આપશે જેમાં ચારધામ એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની વાર્ષિક યાત્રા માટે "બારમાસી રોડ" ના નિર્માણનો પાયો નાખશે.

વધુમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ) ના પ્રમુખ અજય ભટ્ટે જણાવ્યુ હતુ કે રોડ બન્યા બાદ આ તીર્થસ્થાનો તેમજ પ્રસિદ્ધ શીખ મંદિર હેમકુંડ સાહેબની યાત્રા પણ દરવર્ષે સુલભ બનશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી શહેરના પરેડ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન પણ કરશે.

 

Similar News