ઉનાળામાં પીવાતો આ જ્યુસ સગર્ભા મહિલાઓ માટે બની શકે છે જોખમી, વાંચો અહીં

Update: 2018-05-17 07:38 GMT

ઉનાળાની સિઝનમાં લોકો ગરમીથી રાહત મેળવવા અનેક પ્રકારનાં જ્યુસનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે દરેક ખાધ્ય પદાર્થના ફાયદા જ હોય એવું નથી, નુકસાન પણ હોય શકે છે. ગરમીમાં લોકોને બીલાનો જ્યૂસ પીવો બહુ ગમે છે. જોકે તેના ફાયદા ઘમા હોય છે, પરંતુ જો પુરતું ધ્યાન આપવામાં ન આવે તો, ભવિષ્યમાં તેનાથી નુકસાન પણ થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ અને બીપીની તકલીફ હોય, તેમણે આ જ્યૂસનું સેવન ન કરવું જોઇએ. તેમાં ખાંડની માત્રા ભરપૂર હોય છે. સાથે-સાથે બીજા પણ કેટલાંક એવા પદાર્થ હોય છે, જે શુગર લેવલ વધારી શકે છે.

બીલાનો શરબત સહેલાઇથી પચી જાય છે, પરંતુ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે હાનિકારક હોય છે. કાર્ડિયાક દર્દીએ ડૉક્ટરની સલાહ લીધા વગર આ જ્યૂસ ક્યારેય ન લેવો. તો ગર્ભવતી મહિલાઓએ બીલાનો જ્યૂસ ભૂલથી પણ ન પીવો જોઇએ. બીલાના પાનમાં ટેનિનની માત્ર ઘણી હોય છે. જેનાથી કાર્સિજનિક પ્રભાવ પડે છે. જે ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાતનો ખતરો ઊભો કરે છે. જેથી એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

અઠવાડિયામાં બે-ત્રણ વાર આવા જ્યૂસ પીવાની આદર હોય તો, પેટમાં દુઃખવું, પેટ ફૂલવું, પેટની તકલીફો રહેવી, અપચો જેવી સમસ્યાઓ વધી શકે છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ગેસની સમસ્યાથી પીડાતા લોકોએ પણ બીલાનો જ્યૂસ ન પીવો જોઇએ. તેમાં રહેલા કેટલાંક તત્વો શરીરમાં ગેસ વધારી શકે છે.

Similar News