ઉન્નાવની પીડીતાએ કહયું : મને બચાવી લો, મારે હજુ જીવવુ છે

Update: 2019-12-07 12:34 GMT

દેશના બહુચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આરોપીઓએ સળગાવી દીધેલી પીડીતાનું

દીલ્હીમાં સારવાર દરમિયાન મોત થયું છે. હોસ્પિટલમાં તેણે તબીબો તથા તેના ભાઇને

કહયું હતું, મારે જીવવું છે મને બચાવી લો અને આરોપીઓને કડક સજા કરાવશો.

ઉત્તરપ્રદેશના ઉન્નાવ દુષ્કર્મની પીડીતા આખરે જીંદગી સામેનો જંગ હારી ગઇ હતી. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર તથા તેના સાગરિતો સામે દુષ્કર્મનો આરોપ હતો. જામીન પર છુટેલાં આરોપીઓ પીડીતાને સળગાવી દઇ તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પીડીતાને ગંભીર હાલતમાં દીલ્હી સારવાર માટે ખસેડાઇ હતી જયાં તેનું મોત થયું હતું. પીડીતાના પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. બીજી તરફ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી વેળા પીડીતાએ કહયું હતું કે, મારે જીવવું છે મને બચાવી લો. તેના અંતિમ શબ્દોને સૌના હૈયા હચમચાવી દીધી છે.

 પિડીતાના મોત બાદ

રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિપક્ષી દળો ભાજપને ઘેરી રહયાં છે. યુપીની રાજધાની

લખનૌમાં અધ્યક્ષ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસ મહાસચિવ

પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉન્નાવમાં પીડિતના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. તેમણે

કહ્યું કે, પરિવારને એક વર્ષથી પરેશાન કરવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે, આરોપીઓના ભાજપ સાથે સંબંધ

છે. આ જ કારણ છે કે તેમને બચાવવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં આરોપીઓના મનમાં

ડર નથી રહ્યો. જયારે બસપાના સુપ્રિમો માયાવતીએ રાજયપાલ આનંદીબેન પટેલની મુલાકાત લઇ

આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.

Similar News