એરટેલે લોન્ચ કર્યુ ફ્રી વોઇસ કોલ પેક

Update: 2016-12-08 10:23 GMT

એરટેલે તેના પ્રિપેઇડ ગ્રાહકો માટે ગુરુવારે ફ્રી વોઇસ કોલિંગ અને વધારાના ડેટા પેક આમ બે નવી સ્કીમ લોન્ચ કરી છે.

પહેલી સ્કીમ અનુસાર રૂ 145માં ગ્રાહકોને 4G સપોર્ટ ફોન માટે 300 MB ડેટા અને એરટેલ થી એરટેલ લોકલ તેમજ STD વોઇસ કોલ મફત કરી શકાશે.

તેમજ અન્ય મોબાઇલ ફોન જે વેબ સર્ફિંગ અને સોશિયલ મીડિયા ની એપ્સ માટે અનુકૂળ છે તેને 50 MB ડેટા એરટેલ-થી-એરટેલ સમગ્ર ભારતમાં મફત વોઇસ કોલ કરી શકાશે.

બીજી સ્કીમ અનુસાર રૂ 345 માં 4G સપોર્ટ ફોન માટે 1 GB ડેટા સાથે ભારતમાં કોઈ પણ અન્ય નેટવર્ક પર લોકલ તેમજ STD વોઇસ કોલ મફત થશે.

જયારે મોબાઇલ ફોન જે વેબ સર્ફિંગ અને સોશિયલ મીડિયા ની એપ્સ માટે અનુકૂળ છે તેને 50 MB ડેટા સમગ્ર ભારતમાં કોઈ પણ નેટવર્ક પર મફત વોઇસ કોલ કરી શકાશે.

આ પેકેજની સમય મર્યાદા 28 દિવસની રહેશે.

ભારતી એરટેલના (ભારત અને દક્ષિણ એશિયા) ના માર્કેટ ઓપરેશન્સ ડિરેક્ટર અજય પુરી એ જણાવ્યુ હતુ કે અમારો પ્રયાસ હંમેશા ગ્રાહકોને નવી ઓફરો સાથે સાથે તેમણે ખર્ચેલ પૈસા પ્રમાણે શ્રેષ્ઠ નેટવર્કનો અનુભવ કરાવવાનો પણ છે.

 

Similar News