સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધીના આપ્યા વચગાળાના જામીન, બીજી તારીખે સરેન્ડર કરવા આદેશ

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આજે લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી

Update: 2024-05-10 10:42 GMT

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આજે લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.કોર્ટે કેજરીવાલને 2 જૂને કોઈપણ સંજોગોમાં સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમના ચૂંટણી પ્રચાર કરવા પર કોઈ રોક નથી. દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ 40 દિવસથી તિહાર જેલમાં બંધ છે. તેઓ આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકે છે.7 મેના રોજ લંચ પહેલા થયેલી સુનાવણીમાં કોર્ટે કેજરીવાલના જામીનની શરતો નક્કી કરી હતી. કોર્ટે EDને કહ્યું હતું કે ચૂંટણી ચાલી રહી છે અને કેજરીવાલ હાલમાં મુખ્યમંત્રી છે. ચૂંટણી 5 વર્ષમાં એકવાર આવે છે. જો ચૂંટણી ન હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન જ ઉભો ન થાત. જો કે, 7મી મેના રોજ ખંડપીઠે કોઈ ચુકાદો આપ્યો નહોતો.

Tags:    

Similar News