કચ્છ: ૬૬ કેવી સબસ્ટેશનમાંથી સ્થાનિકોને છેલ્લા અઠવાડિયાથી વીજ પુરવઠો ન મળતા લોકો રોષે ભરાયા

Update: 2019-06-19 12:39 GMT

કચ્છના અબડાસા તાલુકાના સીંઘોડી વાડી વિસ્તારમાં આવેલા ૬૬ કેવી સબસ્ટેશનમાંથી સ્થાનિકોને છેલ્લા અઠવાડિયાથી વીજ પુરવઠો ન મળતા લોકો રોષે ભરાયા હતા અને કચેરીમાં ઉગ્ર રજૂઆતો કરી હતી.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="99601,99602,99603"]

અબડાસા તાલુકાના સિંધોડી વાડી વિસ્તારમાં આવેલા ૬૬ કેવી સબસ્ટેશનમાંથી ખેડૂતોને વીજળી આપવામાં આવતી હતી પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વીજ પુરવઠો અપાતો નથી જેના કારણે વિસ્તારના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ અધિકારીઓ દાદ દેતા નથી.પૂરતી લાઈટ ન મળવાના કારણે ખેડૂતોને પાક લેવામાં હેરાનગતિ થઈ રહી છે.વીજળી ન મળવાથી પાકને નુકશાન થશે તો જવાબદારી વિજતંત્રની રહેશે તેવી ચીમકી અપાઈ હતી.

ધાંધિયાથી પરેશાન તાલુકાના લાલા ,સિંધોડી ,પરજાઈ , વાંકુ , રાપરગઢ , કડુલી , બુડીયા સહિતના ગામોના ખેડૂતોએ ગાંધીચિંધ્યા માર્ગે સબસ્ટેશન સામે વિરોધ નોંધાવ્યો હતો.જેને પગલે વિજતંત્રના જવાબદારોએ ૬૬ કેવી માંથી લાઈટ આપવાની ખાતરી આપી ટૂંક સમયમાં બીજી વીજ લાઈન પાથરી આપવાની બાંહેધરી આપી હતી.

Similar News