કડોદરા:પોલીસકર્મીના અકસ્માત મોતથી પરિવારને રૂપિયા ૧ લાખ સ્વૈચ્છીક ફાળો આપતા સહકર્મીઓ

Update: 2019-12-12 18:08 GMT

કડોદરા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કૈલાશભાઈનું અકસ્માતની ઘટનામાં મોત થયું હતું. સ્ટાફના કર્મચારીઓ સ્વૈચ્છિક ફાળો એકત્ર કરી કેલાશભાઈની પત્ની ને 1 લાખનો ચેક આપી માનવતાનું કામ કર્યું હતું.

ગત 22 ઓક્ટોબર ના રોજ રાત્રી દરમિયાન કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં

પી.સી આર વાનમાં ઇનચાર્જ તરીકે ફરજ બજાવી કૈલાશ ભાઈ મંગળભાઈ બારીયાનું રાત્રી

દરમિયાન પોતાના કાકાને લેવા માટે કામરેજ ખાતે પોતાની મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા.

દરમિયાન વાવ ગામની સીમમાં ને.હા.48 પર મુંબઈ થી અમદાવાદ જવાના રોડ પર

અજાણ્યા વાહને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો.જેમાં કમનસીબે કૈલાશભાઈનું

મોત થયું હતું. ઘરના મોભીનો અકસ્માત થતા પરિવાર પર આફતનું મોજું ફરી વળ્યું હતું

અને 4 બાળકોએ પિતાની છત્રછાયા ખોઈ બેઠા હતા. જોકે આવી ગંભીર ઘટના બનતા કડોદરા

જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના સ્ટાફની માનવતા માનવતા જોવા મળી હતી અને તમામ

કર્મચારીઓ સ્વૈચ્છિક ફાળો એકત્ર કરી 1 લાખનો ચેક કૈલાશભાઈની પત્નીને જી.આઈ.ડી.સીના

પી.આઈ વળવીના હાથે આપ્યો હતો.

Tags:    

Similar News