કર્ણાટકમાં સરકારને બચાવવામાં નિષ્ફળ ભાજપની નજર હવે તેલંગાણા પર

Update: 2018-05-20 09:02 GMT

કર્ણાટકમાં સરકારને બચાવવામાં નિષ્ફળ રહેલી ભાજપની નજર હવે તેલંગાણા પર અટકી છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષનું કહેવું છે કે, પાર્ટી ૨૦૧૯માં રાજ્યમાં યોજાનારી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથો સાથ જ કરાવવામાં આવશે.

કર્ણાટક ભાજપના અધ્યક્ષ કે લક્ષ્મણે કહ્યું હતું કે, તાજેતરમાં જ દિલ્હીમાં અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે તેલંગાણા પર ધ્યાન કેન્દ્રીય કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, જે રાજ્યોમાં ચૂંટણી યોજાવવાની હતી ત્યાં યોજાઈ ગઈ. હવે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજનૈતિક સ્થિતિ અને ચૂંટણીની યોજનાનો તાગ મેળવવા અમિત શાહ આગામી મહિને તેલંગાણા આવી શકે છે.

લક્ષ્મણે કહ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સંગઠનના રૂપમાં મજબુત છે અને રાજ્યમાં પોતાને વધુ મજબુત બનાવવા માટે મતદાન કેન્દ્રો પર ‘પન્ના પ્રમુખ’ મોડલ પ્રણાલી અપનાવશે. અગાઉ જુદા જુદા રાજ્યોમાં ભાજપનું પન્ના પ્રમુખ મોડલ સફળ રહ્યું છે, જેમાં એક પન્નાનો પ્રભારી પોતાની યાદીમાં આવતા મતદાતાઓના પરિવારનો સંપર્ક કરે છે.

Similar News