કૂંભ મેળો માનવતાની મહેક જાળવી રાખનાર અનન્ય સાંસ્કૃતિક વારસો : યુનેસ્કો

Update: 2017-12-08 05:12 GMT

કૂંભ મેળાને વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન 'યુનેસ્કોએ'માનવતાનો અદ્વિતિય વારસો ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના નેજા હેઠળ કામ કરતી અદ્વિતિય સાંસ્કૃતિક વારસાનું જતન કરતી સંસ્થા 'યુનેસ્કોએ'કૂંભ મેળાને માનવતાનો અદ્વિતિય સાંસ્કૃતિક વારસો ગણવાના પ્રસ્તાવ, દ.કોરિયાના જેજુમાં મળનારા તેમના 12માં સંમેલનમાં મુકવાની તૈયારી આરંભી છે.

ધાર્મિક યાત્રાળુઓના સૌથી મોટા મેળાવડા તરીકે ઓળખાતા આ મેળાની સાથે અન્ય ધાર્મિક મેળાવડાઓ યોજાતા હોય તેવા બોટસવાના, કોલંબીયા, વેનેઝુએલા, મંગોલીયા, મોરોક્કો, તુર્કિ અને આરબ અમિરાત જેવા દેશોના સમાવેશ થશે. જો કે ભારતીય સંતોનો કૂંભ મેળો એ વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક મેળાવડો ગણાય છે.

Tags:    

Similar News