કેનેડામાં ભયાનક આગને કારણે જાહેર કરાઇ ઇમરજન્સી, 88,000 લોકોનું સ્થાળાંતર

Update: 2016-05-05 07:22 GMT

કેનેડાના આલ્બર્ટામાં લાગેલી ભંયકર આગના કારણે આલ્બર્ટામાં ઇમરજન્સી ડિકલેર કરી દેવામાં આવી છે.આલ્બર્ટાના ફોર્ટ મેકમુરી શહેર નજીક ઘણી ઓઇલ કંપનીઓ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ વેબસાઇટ મુજબ રવિવારે લાગેલી આગમાં અત્યાર સુધી મેકમુરીની 1,600 જેટલી બિલ્ડિંગો બળીને ખાખ થઇ ગઇ છે અને આશરે 88,000 લોકોએ સ્થાળાંતર કરવું પડ્યુ છે. આલ્બર્ટાના ઇતિહાસમાં સૌપ્રથમ આટલા મોટા પ્રમાણમાં સ્થાળાંતરણ થયું છે.

ન્યૂઝ વેબસાઇટના અનુસાર આલ્બર્ટાના સત્તાવાળાઓએ જાહેર કર્યુ છે કે આગ મોટા ભાગના શહેરનો નાશ કરી શકે છે. આગામી 24 કલાક ખૂબ જ મહત્વના સાબિત થશે. જોકે હજી સુધી આ આગમાં કોઇના મોતના કોઇ રિપોર્ટ નથી.

 

Similar News