કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આર્જેન્ટીના અને બ્રાઝીલની લીધી મુલાકાત

Update: 2017-04-19 06:12 GMT

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખ માંડવીયા એ આર્જેન્ટીના અને બ્રાઝીલ દેશની મુલાકાત લીધી હતી.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આ પ્રવાસ દરમિયાન પ્રથમ બેઠક આર્જેન્ટીના ની બ્યુનોસ એરેસ યુનિવર્સિટીના પ્રતિનિધિ ઓ સાથે યોજાઈ હતી, જેમાં ભારત સરકાર CIPET અને યુનિવર્સિટી વચ્ચે મહત્ત્વના MOU કરવામાં આવ્યા હતા.જેના થકી ભવિષ્યમાં સ્ટુડન્ટસ અને ફેકલ્ટી એક્સચેન્જ શક્ય બનશે.

આ ઉપરાંત આર્જેન્ટીના ના પ્રોડક્શન મિનિસ્ટર સાથે મંત્રી માંડવીયા એ બાયો પોલીમર અને બાયો પોલીમર આધારીત પ્લાસ્ટિક ના સંશોધન, ઉત્પાદન અને ટેક્નોલોજી ટ્રાન્સફર અંગે મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.

જ્યારે લેટિન અમેરિકન એસોસીએશન ઓફ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ના પ્રતિનિધિઓ સાથે ની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયા એ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રીઝીયન માં મૂડી રોકાણ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું મંત્રાલય દ્વારા જાણવા મળ્યુ છે.

 

Similar News