કેબિનેટ દ્વારા પોર્ટ ટ્રસ્ટ એક્ટ અંગેની ઘણી દરખાસ્તોને મંજૂરી

Update: 2016-12-15 05:54 GMT

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ બુધવારે મળેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં મુખ્ય સત્તામંડળનું બિલ, 2016માં રજુ થયેલ મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ, 1963 અંગેની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

શિપિંગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ દરખાસ્તોને પગલે મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ, 1963 ને બદલવા અંગેની મંજૂરી આપી હતી.

કેબિનેટે જણાવ્યુ હતુ કે આનાથી મોટા બંદરોના સંસ્થાકીય માળખામાં આધુનિકીકરણ આવશે તેમજ એકાઉન્ટ પરની સંપૂર્ણ સ્વાયત્તતાને પગલે વધુ કાર્યક્ષમ બનશે. સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને પ્રોત્સાહન તેમજ વેપાર-વાણિજ્ય ને સરળતા પ્રાપ્ત થશે.

આ નિર્ણયથી સત્તાનું વિકેન્દ્રીકરણ થશે અને સરકારી બંદરોમાં પ્રોફેસનાલીસમ નો નવો દોર શરુ થશે.

વધુમાં એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે નવા બંદરો ઓથોરિટી બિલ, 2016 થી ઝડપી અને પારદર્શક નિર્ણયો લેવાશે જેથી કોઈ પણ પ્રોજેક્ટના સફળ અમલીકરણની ક્ષમતામાં વધારો થશે.

 

 

Similar News