કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું હૃદયરોગના હુમલાથી અવસાન

Update: 2020-08-12 17:17 GMT

કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું બુધવારે હૃદયરોગના હુમલા બાદ ગાઝિયાબાદ સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. 50 વર્ષીય ત્યાગીની ઓળખ કોંગ્રેસના ધારદાર પ્રવક્તા તરીકે હતી. તેઓ ટીવી ડિબેટમાં કોંગ્રેસનો પક્ષ મજબૂતીથી રાખતા હતા.

રાજીવ ત્યાગીની તેમના ઘરે જ અચાનક તબિયત બગડી હતી. અને બેભાન થઈ ઢળી પડ્યા હતા. બેભાન અવસ્થામાં તેમને યશોદા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રાજીવ ત્યાગીના નિધન બાદ કોંગ્રેસ ટ્વિટ કરીને કહ્યું, રાજીવ ત્યાગીના આકસ્મિક નિધનથી અમને દુઃખ થયું છે. તેઓ કટ્ટર કોંગ્રેસી અને સાચા દેશભક્ત હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના નિધનથી કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલે કહ્યું અમે અમારા પરિવારનો સભ્ય ગુમાવી દીધો છે.

Tags:    

Similar News