ગાંધીનગર સેક્ટર 6 માં કોંગ્રેસની જન આક્રોશ રેલી, કોંગી નેતાઓની અટકાયત કરતી પોલીસ

Update: 2016-08-23 07:39 GMT

ગુજરાત ભાજપ સરકારના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ જ કથળી હોવાના આક્ષેપો અને દલિતો પરના અત્યાચાર મુદ્દે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના સેક્ટર 6માં સત્યાગ્રહ છાવણી ખાતે એક જન આક્રોશ રેલી યોજવામાં આવી છે. રેલી દરમિયાન કોંગ્રેસના નેતાઓની અટકાયત પણ પોલીસે કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલ જન આક્રોશ રેલીમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભામાં વિપક્ષ ના નેતા શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, મધુસુદન મિસ્ત્રી સહિત ના કોંગ્રેસના હોદ્દેદારો, સભ્યો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થતિ રહ્યા હતા.

જન આક્રોશ રેલીમાં ભાજપ સરકાર પર કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે ગુજરાત માં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખુબ જ કથળી રહી છે.અને દલિતો પર ના અત્યાચાર મુદ્દે પણ કોંગ્રેસે ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસ દ્વારા વિવિધ આક્ષેપો સાથે વિધાન સભા નો ઘેરાવો કરવાની તૈયારી બતાવી હતી અને રેલી દરમિયાન પોલીસ સાથે કોંગી કાર્યકર્તા ઓનું ઘર્ષણ પણ થયુ હતુ. પોલીસે શંકરસિંહ વાઘેલા,અર્જુન મોઢવાડીયા સહિતના કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી છે.

શંકરસિંહ વાઘેલા એ રોષ પૂર્વક જણાવ્યુ હતુ અમે વિધાન સભા ગૃહ ને તાળુ મારવા જઈ રહ્યા છે. કોંગ્રેસના આક્રમક મુડ સામે પોલીસ દ્વારા કોંગી નેતાઓ ની અટકાયત થી મામલો ગરમાયો છે.

 

 

Similar News