ગુજરાત હવે અંતરિયાળ ગામોના રસ્તા માં પણ બનશે દેશ માટે સુપર મોડલ

Update: 2016-06-04 11:25 GMT

સુરત જીલ્લા ના માંડવી તાલુકાના અંતરિયાળ ગામોના રસ્તાની ખાતમુર્હત વિધિ કરતા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ગણપતસિંહ વસાવા

સુરત જીલ્લા નાં માંડવી તાલુકા ના દેવગઢ અને લુહારવડ ને જોડતા રસ્તાની ખાતમુર્હત વિધિ વિધાનસભા ના અધ્યક્ષ ગણપતસિંહ વસાવા ના હસ્તે કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય ના અંતરિયાળ ગામો પાયા ની સુવિધાઓ થી વંચિત ન રહે તે માટે રાજ્ય ના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એ વિવિધ વિકાસલક્ષી યોજનાઓ ને વેગવંતી બનાવી છે. જેના ભાગ રૂપે ગામોને શહેરો સાથે જોડતા રસ્તાઓ પણ બનાવવાનું લક્ષ સાધવામાં આવ્યું છે.
જે અંતર્ગત સુરત જીલ્લા નાં માંડવી તાલુકા ના દેવગઢ અને લુહારવડ ગામના લોકોની વર્ષો થી પાકા રસ્તા ની માંગણી હતી.જે માંગણી પૂરી થતા ગ્રામજનો માં ખુશી જોવા મળી હતી.રૂપિયા 2 કરોડના ખર્ચે બનનાર રસ્તા ની ખાતમુર્હત વિધિ વિધાનસભા નાં અધ્યક્ષ ગણપતસિંહ વસાવા ના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે રાજયકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ગ્રામજનો એ સમૂહ ભોજન કરીને આનંદની લાગણી પણ વ્યક્ત કરી હતી.

Similar News