ચલણના ચળકાટમાં ઓછા પૈસે અને ઓછા ખર્ચે પણ જીવન જીવી શકાય ?

Update: 2016-11-17 08:56 GMT

ભારત સરકારે રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટો ને બંધ કરવાનો નિર્ણય લીધા બાદ હરકોઈ પોતાની પાસે રહેલી આ રદબાતલ નોટો ને બેંકમાં વટાવવા માટે મથામણ કરી રહ્યુ છે, જોકે આ અનુભવ પર થી લોકો એ પોતાની ખરીદ શક્તિ પર પણ બ્રેક મારીને ઓછા પૈસે જીવનની ગાડીને વેગવંતી રાખી છે.

સવાર સાંજ પાન ના ગલ્લા થી માંડી ને તમામ ક્ષેત્રે માત્ર ચલણી ની જ ચંચુપાત ચાલી રહી છે, અને પોતે કઈ રીતે રૂપિયા 500 અને 1000ની નોટ ના વ્યવહાર માંથી છટકી ગયા તેના અનુભવો મિત્રો ને સાથે શેર કરીને મોજ કરી રહ્યા છે. જયારે ઘણા ખરા લોકો એ આ પરિસ્થિતિમાં પોતાની ખરીદ શક્તિ પર કાપ મુક્યો છે અને છુટા રૂપિયા અને બેંક ની ઝંઝટ દૂર રહી ને ઓછા ખર્ચમાં પણ સારી રીતે પોતાનું ગુજરાન ચલાવી રહયા છે.

દેશની રક્ષા કાજે સરહદ પર મોતને મુઠ્ઠીમાં લઈને ઉભા રહેતા સૈનિકો ક્યારે પણ એમ નથી કહેતા કે અમે શું કામ દેશ માટે જીવ આપીએ પરંતુ બેંક ની લાઈન માં થોડા કલાક ઉભા રહેતા લોકો પોતનું ધૈર્ય ગુમાવી રહ્યા છે.

આર્થિક સર્જીકલ સ્ટ્રાઇક ની ભારતના અર્થ તંત્ર પર અસર માત્ર થોડા દિવસો પુરતી જ છે એ સૌ કોઈ જાણે છે અને આવનાર સમય માં બધુજ રાબેતા મુજબ થઇ જશે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકારે લીધેલા નિર્ણય ને લોકો આવકારી રહ્યા છે અને તકલીફ વેઠીને પણ જીવન ની ગાડી ગબડાવી રહયા છે.

આ નવ દિવસ માં રૂપિયાની શોર્ટેજ માં એક વાત ની ગાંઠ લોકોએ જરુર બાંધી લીધી કે ઓછા ખર્ચ માં પણ જીવન અટકતુ નથી અને નાની મૂડી પણ સંકટમાં સંજીવની જડીબુટ્ટી સમાન સાબિત થાય છે. મર્યાદિત પૈસાથી જરૂરતની જ ખરીદી કે ખર્ચ કરવા માટે લોકો પ્રેરાયા છે અને એક વાત સ્પષ્ટ થઇ ગઈ છે કે મોજ શોખ અને ફાલતુ ખર્ચાઓ પર અંકુશ લાવીએ તો આપણી મુડી સચવાય છે અને જરૂરત ના સમયે તેનું યોગ્ય વળતર પણ મેળવી શકાય છે.

વાયરલ મેસેજ :- બધુંય બરાબર...પણ એક વાત નોટિસ કરી...? 9 દિવસમાં મોદી સાહેબે આપણ ને ઓછા પૈસે ને ઓછા ખર્ચે પણ જીવી શકાય એ શીખવાડયું...!!!

 

Similar News