છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે હાર્દિકને મળ્યા જામીન

Update: 2016-07-08 10:14 GMT

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટે રાજદ્રોહ કેસમાં જામીન મંજૂર કર્યા છે. હાર્દિક પટેલને અમદાવાદ અને સુરતના રાજદ્રોહ કેસમાં જામીન આપવામાં આવ્યા છે.

જોકે, હાઇકોર્ટે છ મહિના ગુજરાતની બહાર રહેવાની શરતે જામીન આપ્યા છે. જામીન મળવા છતાં હમણાં હાર્દિકનો જેલમાંથી છૂટકારો નહી થાય. હાર્દિક વિરુદ્ધ વિસનગરમાં પણ એક કેસ પેન્ડિંગ છે. જેની સુનાવણી 11 તારીખે હાથ ધરાશે. જો તે કેસમાં હાર્દિકને જામીન મળશે તો જ હાર્દિક પટેલ જેલમાંથી છૂટશે.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2015થી હાર્દિક પટેલ સુરતની લાજપોર જેલમાં બંધ છે.

Similar News