જમ્મુ કાશ્મીરમાં BSFનાં  કેમ્પ પર આત્મઘાતી હૂમલો , 2 આતંકી ઠાર, 3 જવાન ઘાયલ

Update: 2017-10-03 04:49 GMT

જમ્મુ કાશ્મીરમાં BSFના કેમ્પ ઉપર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, અને આ ઘટનામાં ત્રણ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા.

જમ્મુ કાશ્મીરમાં 182 બટાલિયન બીએસએફ કેમ્પ પર વહેલી સવારે 4.30 કલાકે આત્મઘાતી હુમલો થયો હતો. 2 - 3 આતંકીઓ કેમ્પની એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગની અંદર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આતંકીઓ જે બિલ્ડિંગમાં હતા. તેને સેનાએ ઘેરી લીધી છે. આતંકીઓ દ્વારા કરવામાં આવતા ફાયરિંગનો સેના જવાબ આપી રહી છે.

આ કેમ્પ શ્રીનગર એરપોર્ટની એકદમ નજીક છે. આત્મઘાતી હુમલાખોરોએ હમહમા નજીક બીએસએફ કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યા બાદ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

હુમલામાં બીએસએફના 3 જવાન ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આતંકીઓ કેમ્પ નજીકના એક રહેણાંક વિસ્તારમાં પગપાળા ચાલીને આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમણે સૌથી પહેલા એક રિટાયર્ડ આઈજીના ઘર પર હુમલો કર્યો હતો. હુમલા પાછળ આતંકી જૂથ જેશ-એ-મોહમ્મદના અફઝલ ગુરુ સ્કવોડનો હાથ હોવાની શક્યતા છે.

 

 

Similar News