જાણો વિશ્વના સૌથી વધુ મંદિરો ધરાવતા પર્વત વિશે

Update: 2016-12-28 10:56 GMT

ભારત એ ભાતીગઢ સાંસ્કૃતિક વૈવિધ્ય ધરાવતો દેશ છે જેમાં દરેક ધર્મને એક સરખું મહત્વ આપવામાં છે.

ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિરો પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. પાલીતાણાના શેત્રુજય પર્વત પર આવેલા 853 થી વધુ જૈન મંદિરો વિશ્વનું સૌથી મોટુ મંદિર સંકુલ ગણવામાં આવે છે આટલો મોટો મંદિરોનો સમૂહ બીજે ક્યાંય નથી.

જાણવા મળ્યા મુજબ આ મંદિરોની સ્થાપના 900 વર્ષ પૂર્વે એટલે કે 11 મી સદીમાં ઘણા અનુભવી કારીગરો દ્વારા બાંધવામાં આવ્યા હતા જ્યા જૈન ધર્મના 24 તીર્થંકરો માંથી નેમિનાથ સિવાયના 23 તીર્થંકરોએ મુલાકાત લીધી હોવાનું માનવામાં આવે છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથે આ સ્થળે ધ્યાન કર્યું હતુ. ત્યારબાદ અહીં મંદિરો બાંધવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

અહીંના મંદિરો આરસના પથ્થરોમાંથી સુંદર કોતરણી કામ કરીને બનાવવામાં આવ્યા છે જેમાં સૌથી મહત્વનું મંદિર આદિનાથનું છે.દરેક જૈન શ્રદ્ધાળુ મંદિરોની પવિત્રતાને કારણે જીવનમાં એક વખત અહીં આવે છે.તેની નજીકમાં એક મુસ્લિમ સંત (પીર) ની દરગાહ પણ આવેલી છે જ્યાં લોકો બાળકોની માનતા માટે આવે છે.

ફાગણ સુદ તેરસ, કારતકની પૂર્ણિમા, મહાવીર જ્યંતિ અહીં શ્રદ્ધાળુઓ દ્વારા ખુબ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે.

 

Similar News