જામનગર: આરોગ્ય કર્મચારી દ્વારા અચોક્કસ મુદતની હડતાલમાં પણ દેશભક્તિના ગીતો ગાઇ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Update: 2019-02-18 09:16 GMT

જામનગરમાં જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી દ્વારા અચોક્કસ મુદતની હડતાલ માં આજરોજ દેશભક્તિના ગીતો ગાય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે. મહત્વનું છે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા શહીદો માટે ફંડ ફાળો ઉઘરાવવામાં પણ આવ્યો છે.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="84846,84847,84848,84849"]

જામનગરમાં જિલ્લા પંચાયતની સામે છેલ્લા ત્રણ દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર છે જેના કારણે જિલ્લામાં કામકાજ બંધ થતાં લોકોને તકલીફ પડી રહી છે.બાદમાં શહીદોને દેશભક્તિના ગીતો ગાય શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને જિલ્લા પંચાયત થી ગુરુદ્વારા ચોકડી સુધી રેલી યોજી હતી.. આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં. હાથમાં જુદા જુદા બેનર લગાવી સરકારની વિવિધ નીતિઓનો વિરોધ પણ કર્યો હતો...આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાની ૧૩ માંગણીઓ પર અડગ છે અને જ્યાં સુધી તેમની માંગણી નહીં માનવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવું ચીમકી પણ ઉચ્ચારી છે.

Similar News