જામનગર : આર્મી ચીફના પ્રમણપત્રો અને ડ્રેસ પહેરી રોફ જમાવતો એક ઝડપાયો

Update: 2019-02-12 12:02 GMT

જામનગર નજીક ખાનગી ઇન્ડસ્ટ્રીઝમાં સિક્યોરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શખ્સે આર્મી આર્મી મેજર નો ડ્રેસ ધારણ કરી રોફ જમાવતા અને આર્મી ચીફના પ્રમાણપત્રો શર્ટ માં ધારણ કરેલ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આર્મીના અધિકારી એ આ શખ્સ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ટાઉનશીપમાં રહેતા અને કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાના વિકાસ વિજય સાંગવાન પોતે આર્મી મેન મેજરના હોવા છતાં આર્મી મેજરનો યુનિફોર્મ ધારણ કર્યો હતો. જેમાં અમદાવાદ કેન્ટનો ફોર્મેશન સાઈન તથા સર્વિસ રીબીન તેમજ રાષ્ટ્રીય રાઇફલનો સિમ્બોલ મિસાઈલ બેઝ તથા આર્મી ચીફ પ્રમાણપત્ર અને જીઓસી પ્રમાણપત્ર સહીતની સામગ્રી શર્ટમાં ધારણ કરી હતી. આ શખ્સ આર્મી મેન ના હોવા છતાં આર્મીનો યુનિફોર્મ ધારણ કર્યો હતો. જેથી ભુજ આર્મી કેન્ટ એરિયાના ઓફિસર રાજેશ શનાભાઈ રાઠોડે નકલી આર્મી મેન સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ શખ્સની ધરપકડ કરવા સહીતની કાર્યવાહી હાથ ધરી છે.

Similar News