જામનગર: વ્હેલ શાર્કના સંરક્ષણ અંગે લોકોને જાગૃત કરાયાં

Update: 2019-08-30 11:20 GMT

30 ઓગષ્ટના રોજ સમગ્ર વિશ્વમાં આતંરરાષ્ટ્રિય વ્હેલ શાર્ક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં વનવિભાગ, મરીન નેશનલ પાર્ક-જામનગર અને ટાટા કેમીકલ્સ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સતીષ ત્રિવેદી, પ્રવિણકુમાર પ્રાંતિક સરકાર, જી.ડી.ચૌધરી તેમજ સુલેમાન ઇસ્માઇલ સહિતના મહેમાનો હાજર રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ કઇ રીતે વ્હેલ શાર્કનું ટેગીંગ કરવું, તેમના ટીસ્યુ એકત્ર કરવા, ઘાયલ અને માછીમારીની જાળમાં ફસાયેલ શાર્કને કઇ રીતે સલામત ફરી દરીયામાં તરતી મુકવી વિગેરે નિર્દેશન રજૂ કરાયા હતા.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="110069,110070,110071,110072,110073,110074"]

વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઇન્ડિયાના ફારૂખા બ્લોચ, ચરણકુમાર સહિત માછીમાર આગેવાનોએ તેમના વ્હેલશાર્ક સાથેના અનુભવો વર્ણવ્યા હતા. આ કાર્યક્રમ માટે 50 ફૂટ લાંબું વ્હેલ શાર્કનું મોડેલ એમ.પી.શાહ કોમર્સ કોલેજના પરીસરમાં રાખવામાં આવતા વિદ્યાર્થીઓ તેને જોવા ઉમટી પડયાં હતાં.

Similar News