જામનગરનું રણમલ તળાવનું આંગણુ વિવિધ રંગોળી ઓથી પચરંગી બન્યું.

Update: 2018-11-06 04:13 GMT

જામનગર મહાનગરપાલિકા અને નવાનગર નેચર ક્લબ ના સંયુક્ત ઉપક્રમે ઓપન જામનગર રંગોળી સ્પર્ધા યોજવા માં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરના કલાપ્રેમી લોકો જોડાયા હતા અને રંગો અને આંગળીના ટેરવે રંગોળી ઓનું નિર્માણ કર્યું હતું ૫૦ થી વધુ કલાકારોએ રંગોળીમાં ગાંધીજી ,સરદાર પટેલ અને સેવ અર્થ અને વૃક્ષ બચાવવાની અપીલ સાથેની આકર્ષક રંગોળીએ શેહરીજનોના મન મોહી લીધા હતા,

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="71855,71856,71857,71858,71859"]

વિજેતાઓને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ), મેયર હસમુખભાઈ જેઠવા , ચેરમેન સુભાસભાઈ જોશી , કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ , કમિશ્નર રણજીતસિંહ બારડ , ડી.ડી.ઓ પ્રશસ્તિ પરિક અને એસ.પી. શરદ સિંઘલ વિગેરે દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આગામી એક દિવસ માટે જામનગરના રણમલ તળાવ ખાતે આ રંગોળી લોકોના પ્રદર્શન માટે ખુલી રાખવામાં આવશે.સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા સહીતના સદસ્યોએ જેહમત ઉઠાવી હતી.

 

Similar News