જુનાગઢ : ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં કપાસની “બમ્પર” આવક, પણ ખેડૂતોને મળી રહ્યો છે ઓછો ભાવ

Update: 2020-10-24 12:26 GMT

જુનાગઢ જિલ્લાના ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 8 દિવસથી કપાસની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે, ત્યારે માર્કેટિંગ યાર્ડના તમામ શેડ ભરાઈ જતાં યાર્ડનો પ્રવેશદ્વાર બંધ કરવાની ફરજ પડી હતી. જોકે પ્રવેશ દ્વાર બંધ કરાતા માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની કતાર લાગી હતી. જોકે ખેડૂતોને કપાસનો ઓછો ભાવ મળતા પોષણક્ષમ ભાવ મળી રહે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે.

ભેસાણ માર્કેટિંગ યાર્ડ ખાતે સતત 8 દિવસથી કપાસની વિપુલ પ્રમાણમાં આવક થતાં માર્કેટિંગ યાર્ડના તમામ શેડ કપાસથી ઉભરાઈ ગયા છે. જેના કારણે માર્કેટિંગ યાર્ડનો પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે માર્કેટિંગ યાર્ડની બહાર વાહનોની કતારો જોવા મળી હતી. હાલ મોસમનો સમય હોવાથી ભેસાણ તાલુકાના ખેડૂતોને રવિ પાકનું વાવેતર માટે નાણાંની પણ તાતી જરૂરિયાત વર્તાતી હોય છે.

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે વધુ એક અઠવાડિયું લંબાવાતા ખેડૂતોએ હવે નાછુટકે ઓછા ભાવે કપાસ વેચવા માટે મજબુર થવું પડ્યું છે, ત્યારે ખેડૂતોને કપાસના એક મણે 40 રૂપિયા જેવો ઓછો ભાવ મળતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન નટુ પોકિયાએ ભેસાણને તાત્કાલિક સી.સી. કેન્દ્ર ફાળવાય તેમજ ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર પાસે ઉગ્ર માંગ કરી છે.

Tags:    

Similar News