જુનાગઢના કેશોદમાં ટ્રક ચાલકે એક યુવાનને અડફેટમાં લેતા મોત

Update: 2017-01-24 05:40 GMT

જુનાગઢના કેશોદમાં એક ટ્રક ચાલકે ટ્રકને બેફામ રીતે હંકારીને એક યુવાનને અડફેટે માં લીધો હતો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યુ હતુ.

જુનાગઢના કેશોદમાં એક અજાણ્યા ટ્રક ચાલકે ટ્રકને રમરમાટ દોડાવીને બાઈક પર સવાર અરવિંદભાઈ ગજેરા ઉ.વ.35નો ને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં અરવિંદભાઈનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળ પરજ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હતુ.

અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી, અને પોલીસે તેના આધારે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે

 

Similar News