ટ્રેન માં થતી ચોરી અટકાવવા માટે એક્શન પ્લાન ઘડાયો

Update: 2016-05-04 07:32 GMT

રેન માં મુસાફરી કરતા મુસાફરોના સમાનની ચોરી ની ઘટનાઓ પ્રકાશ માં આવતી હોય છે,ત્યારે ટ્રેન માં સુરક્ષા પર ગંભીર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે.તેથી પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન માં બનતી ચોરી જેવી ઘટનાઓ ને અંકુશ માં રાખવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે.

ટ્રેન માં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સામાન ની ચોરી ની ફરિયાદો છાશવારે પ્રકાશ માં આવતી હોય છે.જેના કારણે રેલવે ની સુરક્ષા પર પણ માછલા ધોવાતા હોય છે,હવે આ આક્ષેપો ને તિલાંજલી આપવા માટે વડોદરામાં મુંબઈ, રતલામ અને વડોદરા રેલવેના આરપીજી અધિકારીઓની સંકલન મીટિંગ યોજાઈ હતી.સર્કીટ હાઉસ ખાતે મળેલી પશ્ચિમ રેલવે એસપી નાં અધ્યક્ષતા માં યોજાયેલી સંકલન મિટીંગ માં મુંબઈ,રતલામ અને વડોદરા નાં આરપીએફ અને જીઆરપી નાં અધિકારીઓ ડીવાયએસપી,પીઆઈ અને કમાન્ડન્ટ હાજર રહ્યા હતા.અને આ બેઠક માં ટ્રેન માં થતી ચોરી સંદર્ભે ટિકીટ ચેકર અને એટેન્ડન્ટની પણ પુછપરછ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત ટ્રેન માં બનેલ બનાવો અંગે ની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી,તેમજ ટ્રેન માં યાત્રીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલીંગ વધારવા પર પણ ભાર મુકવામાં આવ્યો હતો.

Similar News