ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફાઈનલ

Update: 2018-03-18 04:24 GMT

ત્રિકોણીય ટ્વેન્ટી-૨૦ જંગની ફાઈનલમાં આજ રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ખેલાશે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ અગાઉ લીગ મેચોમાં બે વખત બાંગ્લાદેશને પરાસ્ત કરી ચૂકી છે અને હવે ફાઈનલમાં પણ ભારત જીતનો સિલસિલો જાળવી રાખવા માટે હોટફેવરિટ મનાય છે.

કોલંબોમાં આજે સાંજે ૭.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. કેપ્ટન કોહલી અને ધોની સહિતના સ્ટાર્સને આરામ આપતાં ભારતે બીજી હરોળની ટીમ નિદાહાસ ટ્રોફી માટે મોકલી હતી, જેણે ટુર્નામેન્ટની ચારમાંથી ત્રણ લીગ મેચ જીતીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતની યુવા બ્રિગેડ ટ્વેન્ટી-૨૦માં પ્રભાવક દેખાવ કરી ચૂકી છે. ભારતના યુવા ખેલાડીઓએ નિર્ણાયક તબક્કે પોતાની પ્રતિભા દેખાડતાં ટીમને જીતની રાહ પર અગ્રેસર કરી હતી. હવે તેઓ આખરી અને નિર્ણાયક મુકાબલો જીતવા માટે ફેવરિટ છે.

Tags:    

Similar News