દિકરીઓના ભવિષ્ય પર રોક લગાવતી પાણીની સમસ્યા

Update: 2018-03-18 12:49 GMT

મૌવાસા ગામમાં દીકરી વેહવાર માં પડી રહી છે તકલીફ સાથે ગામની અભ્યાસ કરતી છોકરીઓ એ પણ પાણી ભરવા જવા મજબુર

જનજીવન જીવવા અને ટકાવી રાખવા સંજીવની ગણાતું મીઠું પાણી સવારે ઉઠાતાની સાથે રાત્રીની ઊંઘ સુધી માનવીની પ્રથમ જરૂરિયાત ગણાય છે.જે દક્ષિણ ગુજરાતની ભૂમિ માટે પરશુરામના આશીર્વાદથી પાણી ખૂટ્યું નથી.પરંતુ નવસારીના મૌવાસા ગામના રહીશો આ આશીર્વાદથી દુર રહ્યા છે આઝાદીકાળથી ગામમા પીવાનુ મીઠું પાણી સરકાર આપી શકી નથી.જેના કારણે બાજુના ગામના કુવા માંથી ગામની મહિલા સહીત દીકરીઓ પાણી ભરવા જવા મજબુર બની છે.

આ છે નવસારીજીલ્લાના ગણદેવીતાલુકાનુ છેવાડાનું મૌવાસા ગામ જ્યા આઝાદીના ૭૦ વર્ષે પણ સરકાર અથાગ પ્રયત્ન છતાં મીઠુંપાણી આપી શકી નથી ૨૦૧૧માં રાજ્યસરકાર દ્વારા મીઠાપાણી માટે ૯૯ લાખના ખર્ચે એક્ષપ્રેસ પાઈપ લાઈન નાખવામાં આવી હતી.પરંતુ એમાં પણ સફળતા મળી શકી નથી અને પાઈપ લાઈનમાં લીકેજની સમસ્યાને કારણે પાણી ખરું થયું હતું.સાથે તાજેતરમાં સિમેન્ટ કોન્ક્રીટ વાળીતલાવડીઓ બનાવી છે જે પાણી પણ પીવા લાયક ના રેહતા ૨ કિલોમીટર દુર આવેલા માસાગામના કુવામાં પાણી ભરવા જવું પડી રહ્યું છે....જેના કારણે મૌવાસા ગામમાં દીકરી વેહવાર કરવામાં પણ કેટલાક પરિવારો મુજાય રહ્યા છે સાથે મહત્વનો અભ્યાસ છોડીને પણ ગામની દીકરી પાણી ભરી રહી છે.

વારંવાર અન્યાય નો ભોગ બની રહેલા મૌવાસા ગામના ૨૨૦૦ લોકો મીઠા પાણી થી વંચિત રહ્યા છે ગામના ૨૦૦ પરિવાર પાણી ખરીદીને જીવન ગુજરી રહ્યા છે જયારે આર્થિકરીતે નબળા પરિવારો કુવાનો સહારો લઈને પગપાળા પાણી ભરવા અને પરિવારની તરસ છીપાવવા મેહનત કરી રહ્યા છે જે પ્રાણપ્રશ્ન બન્યો છે મીઠા પાણી માટે નેતાઓએ આપેલા મીઠા વચનો પણ સમય જતા ખારા સાબિત થતા રજુઆતનો દોર ચાલુ રાખ્યો છે.

આટલા વર્ષોથી પાણીની પોકાર કરી રહેલા ગામવાસીઓની વાહરે વહીવટીતંત્ર અને રાજકીયનેતાઓ આજ સુધી કોઈ નક્કર પરિણામ લાવી શક્યા નથી.એક્ષપ્રેસ પાણીની લાઈન અને તલાવડીઓ પણ અસરકારક પરિણામો આપી શકી નથી ત્યારે ગામના તળાવમાં જમા થયેલા પાણીનું શુદ્ધિકરણ કરીને પ્લાન્ટ નાખવામાં આવે તો કઈક અંશે રાહત થાય એમ છે.પરંતુ કાયમી નિકાલ આવે એવો વિશ્વાસ ગામના રહીશોને રહ્યો નથી.

Similar News