દિલ્હીમાં ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ કરાયું

Update: 2016-05-18 06:53 GMT

ભારત માં પણ હવે ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનનું સપનું સાકાર થશે,મંગળવાર ના રોજ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન ના મુકુંદપુર ડેપો થી મજલિસ પાર્ક મેટ્રો સ્ટેશન વચ્ચે ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન નું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

ભારત સરકારના અર્બન ડેવલોપમેન્ટ મંત્રી વૈંક્યા નાયડુ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન ને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન ની ઝડપ હાલની મેટ્રો ટ્રેન કરતા 10 ટકા વધુ હશે.અને 14 ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન સામેલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં રોમ,મિલાન,પેરીસ,વેકુલર,લીમા,દુબઈ અને અકારા માં ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેન દોડે છે જે હવે દિલ્હીમાં પણ દોડશે.આ ટ્રેન ને કોરિયાની કંપની રોટેમ નામની કંપનીએ તૈયાર કરી છે.

Similar News