દિલ્હીમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં મધુબાલાની પ્રતિમા મુકાશે

Update: 2017-07-26 05:11 GMT

મેડમ તુસાદમાં સ્થાપવામાં આવી રહેલ બોલીવુડના ફિલ્મ સ્ટારોની પ્રતિમાઓમાં હવે નવું નામ વીતેલા વર્ષોની અભિનેત્રી મધુબાલાનું નામ જોડાઈ ગયુ છે. દિલ્હી સ્થિત મેડમ તુસાદનું સંગ્રહાલય આ વર્ષના અંત સુધીમાં ખુલવાની સંભાવના છે. મધુબાલાની મીણ પ્રતિમા શાસ્ત્રીય ફિલ્મ "મુગલે આઝમ"માના મધુબાલાના પ્રસિદ્ધ પાત્ર અનારકલી ઉપર આધારિત હશે.

મધુબાલા હિન્દી સિનેમામાં સુવર્ણકાળની એક મશહૂર અભિનેત્રી હતી. પોતાના નાના જીવનકાળમાં તે ચલતી કા નામ ગાડી " મિસ્ટર એન્ડ મિસિસ " કાલા પાની અને હાવડા બ્રિજ જેવી ઘણી બધી ફિલ્મોમાં નજરે જોવા મળી છે. અને તે ફિલ્મ ઉધોગમાં બેહદ સન્માનિત હસ્તીઓમાંની એક હતી.

 

Similar News