દીવ : "વાયુ" વાવાઝોડાની અસર, દિવમા વહેલી સવારથી ધોધમાર વરસાદ, વિદ્યાનગરમા મકાન ધ્વસ્ત

Update: 2019-06-12 09:29 GMT

આજે વહેલી સવારથી જ વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં અસર દેખાઈ રહી છે. ત્યારે વહેલી સવારથી વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થયો છે.

વહેલી સવારથી જ દીવમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. તો સાથે જ કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ભારે વરસાદને પગલે નીચાળવાણા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરીત કરવાની પણ ફરજ પડી રહી છે.

ત્યારે ઉનાના વિદ્યાનગરમા વરસાદના કારણે એક મકાન ધ્વસ્ત થયુ છે. જો કે મકાન પડતા કોઈ જાનહાની થવા પામી નથી. ત્યારે હાલ વાવાઝોડુ વેરાવળથી 300 કિમી દુર છે. વાયુ વાવાઝોડાની અસરના કારણે ઉનાના નવા બંદર દરિયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તેમજ દરિયાઇ પટ્ટી પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Similar News