ધુમ્મસને કારણે 8 ટ્રેનો રદ અને 90 ટ્રેનો મોડી પડી

Update: 2016-12-11 09:51 GMT

ઉત્તર ભારતના ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે રવિવારે આઠ ટ્રેનો રદ કરવામાં હતી જયારે 90 ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા મોડી પહોંચી હતી જેના કારણે હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઉત્તરી રેલવે વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે ધુમ્મને લીધે દ્રશ્યતા 300 મીટરની જ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને 28 ટ્રેનોનો સમય ફરીથી નિશ્ચિત કરાયો હતો.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસ સાથે તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ જયારે મહત્તમ તાપમાન આશરે 22 ડિગ્રી સેલ્સિયસ હોવાની શક્યતા હોય છે.

સામાન્ય રીતે શિયાળામાં ભારતના ઉત્તરીય ભાગોના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ અન્ય રાજ્યો કરતા વધુ જ રહેતુ હોય જેથી ધુમ્મસનું પ્રમાણ પણ વધવાને કારણે ઘણીવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થતુ હોય છે.

 

Similar News