ધો.12 વિજ્ઞાન પ્રવાહના પ્રેક્ટિકલ ગુણ 10 માર્ચ સુધી ઓનલાઇન ભરી દેવાની સૂચના આપતુ બોર્ડ

Update: 2017-03-02 06:11 GMT

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની શાળાઓને ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓના પ્રેક્ટિકલ પરીક્ષાના ગુણ તારીખ 10 માર્ચ સુધીમાં નિયત વેબસાઈટ પર ઓનલાઇન ભરી દેવાની સૂચના આપવામાં આવી છે.

પહેલા 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લઈને તેમના માર્ક્સની કોપી બોર્ડે મોકલી આપવામાં આવતી હતી. જે પદ્ધતિમાં ફેરફાર કરીને બોર્ડે આ વખતે પ્રેક્ટિકલ તેમજ આંતરિક પરીક્ષાના માર્ક્સને હાર્ડ કોપીને બદલે ઓનલાઇન મોકલવાનું જણાવ્યુ છે.

જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓના ગુણ શિક્ષણ બોર્ડને www.gsebpractical.in વેબસાઈટ પર 10 માર્ચ સુધીમાં મોકલી આપવાના રહેશે. તેમજ આ નિર્ણય આ વર્ષથી જ અમલી બનાવીને આ અંગેની તાલીમ શિક્ષકોને આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીનું સપનું ડિઝીટલ ઇન્ડિયા સતત આગળ વધી રહ્યુ છે. તેમજ યુવાનોમાં પણ ડિઝીટલાઇઝેશનનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલો નિર્ણય ખરેખર પ્રશંસનીય હોવાનું કહેવાય છે.

 

Tags:    

Similar News