નર્મદા : આરોગ્ય કર્મીઓએ પોતાની પડતર માંગણીઓને લઈ સાંસદને કરી રજૂઆત

Update: 2019-02-17 15:46 GMT

સાંસદ રામસીંગ રાઠવાએ સરકારમાં કર્મચારીઓની માંગ ને લઈને રજૂઆત કરવા હૈયા ધારણા આપી

નર્મદા જિલ્લાના 450 જેટલા આરોગ્ય શાખાના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે.આજે તેઓએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી આમ વિવિધ દેખાવો પણ કર્યા. હવે અચોક્કસ મુદતની હળતાલ પર છે. ત્યારે નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓએ કર્મચારીની માંગને સરકારમાં રજૂઆત કરી જરૂરી પગલાં ભરવા દબાણ કરે એ માટે લેખિત રજૂઆત છોટાઉદેપુર સાંસદ રામસીંગ રાઠવા ને કરી છે, સાંસદ રામસીંગ રાઠવાએ સરકારમાં કર્મચારીઓની માંગને લઈને રજૂઆત કરવા હૈયા ધારણા આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના 450થી વધુ કર્મચારીઓ કે જેઓ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગમાં આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશિયન ફાર્માસીસ્ટ સહીત કર્મચારીઓ કે જેઓના બઢતી, પગાર ધોરણ, તફાવત, મહેકમ જેવી ઘણી માંગ અવારનવાર સ્થાનિક લેવલે અને રાજ્ય કક્ષાએ આરોગ્ય મંત્રાલય સહીત મુખ્ય મંત્રીને કરી છે. પણ કોઈ હલ આવતો નથી જેથી નર્મદા જિલ્લાના આરોગ્ય કર્મીઓ સરકાર સામે આંદોલનનું રણસીંગુ ફુક્યું છે. અને એક મહિનો વિવિધ વિરોધ પ્રદર્શનો કાર્ય, હવે સાંસદને લેખિત રજુઆત કરીને માંગ કરી કે તેમના વતી સરકારને રજુઆત કરે અને અમારી માંગ સરકાર સ્વીકારે એવી રજુઆત કરી છે.

 

Similar News