નર્મદાઃ સાગબારાનાં તત્કાલિન પીએસઓને 6 માસની સજા સંભલાવતી કોર્ટ

Update: 2018-06-30 12:48 GMT

વર્ષ 1998માં સાગરાબા પોલીસ મથકનાં પીએસઓ ફરજ દરમિયાન નશો કરેલી હાલતમાં ઝડપાયા હતા

નર્મદા જિલ્લાનાં સાગબારા પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પીએસઓને એડિશનલ સેસન્સ કોર્ટે 6 માસની સજા ફટકારી હતી. ફરજ દરમિયાન નશો કરેલી હાલતમાં ઝડપાયેલા પીએસઓને કોર્ટે સજા સંભળાવી હતી. જેમાં નીચલી કોર્ટનાં ચૂકાદાને એડિશનલ કોર્ટમાં પડકારતાં આજે એડિસનલ કોર્ટે નીચલી કોર્ટનો ચૂકાદો માન્ય રાખ્યો હતો.

સમગ્ર કેસની વિગત એવી છે કે, ગત તારીખ 26 જૂન, 1998નાં રોજ ખોડાભાઈ રાવળ સાગબારા પોલીસ મથકમાં પીએસઓની ફરજ પર હતા. ત્યારે ફરજ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જે કેસ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી ખોડાભાઈ રાવળને સજા સંભળાવી હતી. બાદમાં આરોપીએ કોર્ટે સંભળાવેલી સજા સામે વર્ષ 2017માં એડિશનલ સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આજે કોર્ટે નીચલી કોર્ટનો હુકમ કાયમ રાખીને 6 માસની સજા અને રૂપિયા 1000નો દંડ પણ ફટકાર્યો હતો.

Tags:    

Similar News