નવસારી : જલાલપોર તાલુકામાં સરપંચની ચૂંટણીના ચિન્હ બદલાતા હોબાળો

Update: 2019-01-11 16:39 GMT

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ ૬ ગામની સરપંચ ની ૫ વર્ષની અવધિઓ પુરી થતા આગામી ૨૦ તારીખે ચૂંટણી યોજાવાની છે. ત્યારે દીવાદાંડી માછીવાડ ગામે ચૂંટણીના ચિન્હ બાબતે વહીવટીતંત્ર સામે આક્ષેપ કર્યો છે.

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ ૬ ગામની સરપંચ ની ૫ વર્ષની અવધિઓ પુરી થતા આગામી ૨૦ તારીખે ચૂંટણી યોજાવાની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ત્યારે સામસામા ઉમેદવારો આક્ષેપ બાજી કરતા હોય એ સ્વભાવિક બન્યું છે. પરંતુ દીવાદાંડી માછીવાડ ગામે ચૂંટણીના ચિન્હ બાબતે વહીવટીતંત્ર સામે આક્ષેપ કર્યો છે કે ચૂંટણીના ચિન્હ માટે શરૂઆતમાં જે ફોર્મ ભર્યા હતા તે ચિન્હ બદલાય જતા હોબાળો મચ્યો હતો જેને લઈને દીવાદાંડીના નારાજ સભ્યોએ કલેક્ટર કચેરીએ આવીને રજૂઆત કરી હતી અને તંત્ર પર ભ્રસ્ટાચારના આરોપ જિલ્લા કલેક્ટર સમક્ષ લગાવ્યા હતા.જોકે આ બાબતે તંત્રએ કાયદામાં કામ થયાની વાત મીડિયા સમક્ષ કરી હતી.

Similar News