નવસારી માં પીએમ મોદીના જન્મદિન પ્રસંગની ઉજવણીની તૈયારીઓ શરુ

Update: 2016-09-12 13:50 GMT

10000 થી વધુ દિવ્યાંગ લાભાર્થીઓ ને 15000 જેટલી કીટનું વિતરણ કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ 17 સપ્ટેમ્બર ના રોજ નવસારીમાં દિવ્યાંગ સુલભ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે,જેમાં મોદીના હસ્તે લાભાર્થીઓને જરૂર કીટનું વિતરણ કરવામાં આવશે.

નવસારીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની તડામાર તૈયારીઓ શરુ થઇ છે.જેમાં વારાણસી બાદ નવસારીમાં દિવ્યાંગ સુલભ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ છે.મોદીના હસ્તે અંદાજિત 10000 થી વધુ લાભાર્થીઓ ને રૂપિયા 8 કરોડના ખર્ચે 15000 જેટલી કીટ નું વિતરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વારાણસીમાં દિવ્યાંગો ના કેમ્પ માં 9000 લાભાર્થીઓ ને લઈને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો ત્યારે નવસારીમાં આ રેકોર્ડ તૂટશે અને નવો વિશ્વ વિક્રમ સ્થપાય તેમ કહેવાય રહ્યુ છે.

મોદીના આગમન ને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે અને દિવ્યાંગો માટે 4000 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.આ ઉપરાંત પોલીસ વાહનો ને GPS તેમજ AVL સિસ્ટમ થી સજ્જ કરવામાં આવશે તેમજ સમગ્ર વિસ્તારને કિલ્લેબધ્ધ સુરક્ષા કવચમાં આવરી લેવામાં આવશે.

Similar News