નવસારીના બોરસીગામે પાણી ભરાયા:તંત્ર વ્યવસ્થા કરવામાં નિષ્ફળ

Update: 2019-06-13 11:38 GMT

અરબી સમુદ્ર માંથી થયેલ વાયુનું ભયાનક વાવાઝોડું ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું હતું જેનો ખતરો ભલે ટળી ગયો હોય પરંતુ તેની અસર દક્ષિણ ગુજરાત માં પણ થઈ રહી છે જેની શરૂઆત નવસારી જિલ્લાના બોરસી ગામે થી થઇ ગઈ છે.

બોરસી ગામમાં પાણીનો ભરાવો થઇ ગયો છે લોકો ગભરાટના માર્યા ઘરવખરી સીધી કરી રહ્યા છે આજે બપોર સુધીમાં ૪૦૦૦ હજાર જેટલા લોકો અને ૮૦ જેટલા ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીમા ડૂબી જવાની શક્યતા છે. જો વાયુ પોતાનું વધુ જોર બતાવે તો આપત્તિઓ વધી શકે એમ છે. વહીવટી તંત્રની કામગીરી માત્ર સૂચના પૂરતી સીમિત રહી હોય સ્થળાંતર માટેની તંત્ર તરફથી હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સંરક્ષણ દીવાલને ક્રોશ કરીને દરિયાના મોજા ગામમાં આવી ગયા છે. જોકે મોટી ભરતી દરમ્યાન ટેવાયેલા ગ્રામજનો ફરી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સરકારે સંરક્ષણ દીવાલ બનાવી છે. તેમ છતાં સંરક્ષણ દીવાલ ગામનો બચાવ કરી શકી નથી. એવામાં તંત્ર આ ગામની વ્હારે ક્યારે આવશે એ જોવું રહ્યું.

Similar News